સમાસ એટલે શું? સમાસ ના પ્રકારો ઉદાહરણ સહિત

અનુક્રમણિકા

ગુજરાતી ભાષા એ ખુબ જ વિશાળ અને રસપૂર્ણ છે અને તેમાં ગુજરાતી ભાષા ને તેનું વ્યાકરણ વધુ રસપ્રદ બનાવે છે જેમાં સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, તળપદા શબ્દો, કહેવતો, શબ્દસમૂહો, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગો, જોડણી, છંદ, નિપાત, કૃદંત વગેરે ગુજરાતી ભાષા ને વધુ સુશોભિત કરે છે.

આજે અહીં આપણે ગુજરાતી વ્યાકરણ સમાસ વિશે વાત કરીશું કે જેનો અર્થ શું થાય છે તથા તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તેના પ્રકારો કેટલા કેટલા છે વગેરે વિશે ની વિસ્તૃત જાણકારી અહીં નીચે આપણે જાણીશું.

આ પણ વાંચો – 275 ગુજરાતી કહેવતો તેના અર્થ સાથે તેમાં થી તમને કેટલી આવડે છે?

ગુજરાતી વ્યાકરણ નો ઉપયોગ ગુજરાતી ભાષા ના ભણતર ની સાથે જ ચાલુ થઈ જતો હોય છે જેમાં સ્કૂલ ના સમય માં ભણાવવામાં આવતા અભ્યાસક્રમ માં પણ ગુજરાતી વ્યાકરણ નો સમાવેશ થાય છે તે સિવાય હાલ ના સમયે સરકારી નોકરી ની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ વ્યાકરણ ઉપયોગી સાબિત થાય છે અને તેમને મદદરૂપ થાય તેના માટે અહીં સમાસ વિશે ની સંપૂર્ણ માહિતી અને તેના પ્રકારો તથા ઉદાહરણ સહિત અહીં નીચે પ્રસ્તુત કરવામાં આવે છે.

સમાસ એટલે શું?:

સમાસ એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ સહિત

સમાસ એટલે બે કે બે થી વધુ શબ્દો નો એક જ શબ્દ માં સમાવેશ થતો હોય તેને સમાસ કહેવાય છે. જેમકે ઉદાહરણ તરીકે રાજાનો અને મહેલ એ બંને શબ્દ ને જોડી ને આપણે રાજમહેલ શબ્દ બનાવીએ છીએ તો તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે.

બે કે વધુ પદો જોડાઈ ને એક શબ્દ કે પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ કહેવાય છે.

સમાસ માં બે પદો આવે છે. જેમાં પહેલા પદ ને પૂર્વ પદ અને બીજા પદ ને ઉતર પદ તરીકે ઓળખવામાં આવે છે.

સામાસીક પદ માં બે પદો સાથે આવે છે ત્યારે તેમની વચ્ચે ના સંબંધ દર્શાવતા તત્ત્વો નો લોપ થતો હોય છે માટે જ્યારે સમાસ ના શબ્દો કે ઘટકો ને છુટા પાડીએ ત્યારે એ બે શબ્દો વચ્ચે કઈ જાતનો સંબંધ છે તે દર્શાવવું પડે છે. જેમકે “રાજમહેલ” અહીં “રાજાનો” અને “મહેલ” એમ વિગ્રહ થાય છે.

સમાસ નો વિગ્રહ એટલે શું?:

સામાસિક પદમાં જ્યારે બે પદો હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે.

જે સામાસિક પદમાં બે થી વધુ પદો તેમાં પહેલા પદને પૂર્વપદ, છેલ્લા પદને ઉત્તરપદ કહે છે. પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેના પદને મધ્યમપદ કહે છે.

સમાસના બધાય પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને સમાસ વિગ્રહ કહે છે.

સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુગ મૂકવામાં આવે છે.

સમાસ ના પ્રકારો નીચે મુજબ છે:

પદ ના આધારે સમાસ ના ત્રણ પ્રકારો પડે છે જે નીચે મુજબ છે.

  • એકપદ પ્રધાન સમાસ:

આ પ્રકાર ની સમાસ ની રચનાઓ માં એક પદ પ્રધાન પદ તરીકે હોય જે વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું હોય જ્યારે અન્ય પદ એટલે કે બીજું પદ પ્રથમ પદ ને આધીન હોય ત્યારે એકપદ પ્રધાન સમાસ બને છે.

તત્પુરૂષ સમાસ

કર્મધારય સમાસ

દ્વિગુ સમાસ

મધ્યમપદલોપી સમાસ

  • સર્વપદ પ્રધાન સમાસ:

આ પ્રકાર ના સમાસ માં જોડાયેલા બંને પદો નું મહત્વ સમાન હોય ત્યારે સર્વપદ પ્રધાન સમાસ ની રચના બને છે જેમાં દ્વંદ સમાસ નો સમાવેશ થાય છે.

દ્વંદ સમાસ

  • અન્યપદ પ્રધાન સમાસ:

વાક્ય માં દર્શાવેલ બંને પદ માં થી કોઈ પણ પદનું વાક્ય સાથે સીધો મહત્વ ના હોય અને ત્રીજો જ અર્થ નીકળતો હોય ત્યારે અન્યપદ પ્રધાન સમાસ બને છે.

ઉપપદ સમાસ

બહુવ્રીહિ સમાસ

સમાસ ના પ્રકારો ની વિગતવાર વર્ણન ઉદાહરણ સાથે:

તત્પુરુષ સમાસ:

આ સમાસ એકપદ પ્રધાન સમાસ છે જેમાં પૂર્વપદ ગૌણ અને ઉતરપદ પ્રધાન હોય છે. જ્યારે સમાસ ના બંને પદો વિભક્તિ ના પ્રયત્નો માં થી છુટા પાડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે.

આ સમાસ નો વિગ્રહ એ ને, થી, માં, નો, ની, નું, નાં, વડે, માટે જેવા પ્રત્યયો થી છુટા પાડવા માં આવે. તે સિવાય જે શબ્દ નો અર્થ નકાર માં આવતો હોય જેમ કે અભેદ, અનશન, અણગમો, નવસ્ત્ર જેવા શબ્દો નો સમાવેશ પણ તત્પુરુષ સમાસ માં થાય છે.

તત્પુરુષ સમાસ ઉદાહરણ:

મરણશરણ – મરણ ને શરણ

રાષ્ટ્રઘ્વજ – રાષ્ટ્ર નો ધ્વજ

વનવાસ – વન માં વાસ

ચિંતામુક્ત – ચિંતા માં થી મુક્ત

નંદકુંવર – નંદ નો કુંવર

યુદ્ધસજ્જ – યુદ્ધ માટે સજ્જ

રત્નજડિત – રત્ન થી/વડે જડિત

કાનૂનભંગ – કાનૂન નો ભંગ

વ્યવહારકુશળ – વ્યવહાર માં કુશળ

દેવદર્શન – દેવ નું દર્શન

તત્પુરુષ સમાસના અન્ય 25 ઉદાહરણો:

તત્પુરુષ સમાસના ઉદાહરણો

  • ધર્મશ્રદ્ધા
  • સ્નેહભર્યા
  • સંસારસેવક
  • પાપમુક્ત
  • પ્રેમાનંદ
  • યુધિષ્ઠિર
  • માતૃભક્ત
  • રંગભૂમિ
  • પાપમુક્ત
  • ધ્યાનભંગ
  • વાતાવરણ
  • નામાંકિત
  • વૃંદાવન
  • ઘરપ્રવેશ
  • સૂત્રોચ્ચાર
  • નીત્યનિયમ
  • કાવ્યસંગ્રહ
  • સુરાવલી
  • પિયરઘર
  • એકાંતવાસ
  • રામવિજય
  • વિદ્યાર્થી જીવન
  • જળધારા
  • પત્રવ્યવહાર
  • પૃથ્વીવલ્લભ

કર્મધારય સમાસ:

આ સમાસ પણ એકપદ પ્રધાન સમાસ છે જે સમાસ ના ઉતરપદ અને પૂર્વપદ વિશેષણ અને વિશેષય સંબંધ થી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહે છે.

કર્મધારય સમાસ ઉદાહરણ:

નરસિંહ – નર રૂપી સિંહ

મહાદેવ – મહાન દેવ

મુખચંદ્ર – ચંદ્ર જેવું મુખ

વદન કમળ – કમળ જેવું વદન

નરકેસરી – કેસરી જેવો નર

વીજળીવેગ – વીજળી જેવો વેગ

સંસારસાગર – સંસાર રૂપી સાગર

મહાનલ – મહાન અગ્નિ

ગોળાકાર – ગોળ આકાર

મહોત્સવ – મહાન એવો ઉત્સવ

કર્મધારય સમાસ અન્ય 25 ઉદાહરણો:

કર્મધારય સમાસના ઉદાહરણો

  • વૃદ્ધાવસ્થા
  • ઘનશ્યામ
  • નવયુગ
  • જ્ઞાનમાત્ર
  • પરદેશ
  • દેહલતા
  • કાજળ કાળી
  • ભરસભા
  • જીવનસુંદરી
  • વાયુવેગ
  • સમભાવ
  • હાસ્યબાણ
  • જીવનજળ
  • મહેશ્વર
  • શબ્દ પ્રમાણ
  • વિષયાંતર
  • લઘુરેખા
  • મધરાત
  • મહાસિદ્વિ
  • કુરિવાજ
  • સત્સંગ
  • ગિરિવર
  • ધોધમાર
  • આત્મત્વ
  • પરમાર્થ

દ્વિગુ સમાસ:

આ સમાસ પણ એકપદ પ્રધાન સમાસ છે જે શબ્દ માં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉતરપદ સંજ્ઞાવાચક હોય એવા સમાસ ને દ્વિગુ સમાસ કહે છે.

દ્વિગુ સમાસ ઉદાહરણ:

નવરાત્રિ – નવ રાત્રિ નો સમૂહ

ત્રિભુવન – ત્રણ ભુવન નો સમૂહ

સપ્તર્ષિ – સાત ઋષિઓ નો સમૂહ

દ્રિદલ – બે દલ વાળું

ચાતુર્માસ – ચાર માસ નો સમૂહ

સપ્તાહ – સાત દિવસનો સમૂહ

નવરંગ – નવ રંગ નો સમૂહ

ત્રિલોક – ત્રણ લોક નો સમૂહ

પંચતત્વ – પાંચ તત્વો નો સમૂહ

સહસ્ત્રલિંગ – સહસ્ત્ર લિંગનો સમૂહ

દ્વિગુ સમાસ અન્ય 25 ઉદાહરણો:

દ્વિગુ સમાસના ઉદાહરણો

  • ષડ્દર્શન
  • ત્રિવેણી
  • ચતુર્વેદી
  • ત્રિદેવ
  • ત્રિશૂળ
  • પંચરત્ન
  • સપ્તપદી
  • પંચનાદ
  • અષ્ટદિશા
  • નવરસ
  • ચોપાગુ
  • પંચતંત્ર
  • શતક
  • શતાબ્દી
  • ચોખંડુ
  • પંચનાદ
  • પંચેન્દ્રિય
  • ત્રિરંગો
  • ત્રિકોણ
  • ચતુષ્કોણ
  • ચતુર્ભુજ
  • અષ્ટકોણ
  • પંજાબ
  • નવનિધિ
  • અષ્ટસિદ્ધી

મધ્યમપદલોપી સમાસ:

આ સમાસ પણ એકપદ પ્રધાન સમાસ છે. જેમાં પૂર્વપદ અને ઉતરપદ વચ્ચે થી એક કે વધુ પદ નો લોપ હોય અને જેના માટે વિગ્રહ કરતી વખતે ખૂટતું પદ મૂકીએ ત્યારે જ એનો અર્થ સ્પષ્ટ થાય છે ટુંક માં મધ્ય માં પદ નો લોપ હોય તેને ઉમેરવા થી જ અર્થ સ્પષ્ટ થતો હોય તેને મધ્યમપદલોપી સમાસ કહેવાય છે.

મધ્યમપદલોપી સમાસ ના ઉદાહરણ:

આગગાડી – આગ વડે ચાલતી ગાડી

કાચઘર – કાચ માં થી બનાવેલું ઘર

કામધેનુ – કામના પુરનારી ધેનુ (ગાય)

ટપાલ પેટી – ટપાલ નાખવાની પેટી

શિલાલેખ – શિલા પર કોતરેલ લેખ

ઊંટલારી – ઊંટ વડે ખેંચાતી લારી

ઘરજમાઈ – ઘરમાં રહેતો જમાઈ

દવાખાનું – દવા મેળવવાનું ખાનું

દીવાદાંડી – દીવો બતાવતી દાંડી

કચરાપેટી – કચરો ભરવાની પેટી

મધ્યમપદલોપી સમાસ ના અન્ય 25 ઉદાહરણો:

મધ્યમપદલોપી સમાસના ઉદાહરણો

  • મીણબત્તી
  • હિમડુંગર
  • સહનશક્તિ
  • બગલથેલો
  • શિક્ષાવચન
  • જીવનયાત્રા
  • ઘરડાઘર
  • ઘરધંધે
  • ખાદીભંડાર
  • ઋણરાહત
  • ઇજનસાદ
  • કલ્પનામૂર્તિ
  • કન્યાકેળવણી
  • ભાડાખત
  • બાળકથાઓ
  • પાચનશક્તિ
  • પત્રચેષ્ટા
  • જકાતનાકે
  • ભજનમંડળી
  • જીવનશૈલી
  • ગૌરીવ્રત
  • રસોઈઘર
  • મધમાખી
  • પવનચક્કી
  • શસ્ત્રવિદ્યા

દ્વંદ સમાસ:

આ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે. જેમાં પૂર્વપદ અને ઉતરપદ બંને પદ મુખ્ય હોય અને તેનો વિગ્રહ “અને” “કે” “અથવા” જેવા થી થતો હોય તેને દ્વંદ સમાસ કહેવાય છે.

દ્વંદ સમાસ ના ઉદાહરણ:

માતાપિતા – માતા કે પિતા

સવારસાંજ – સવાર કે સાંજ

ચઢઉતર – ચઢ અને ઉતર

ટેબલખુરશી – ટેબલ અને ખુરશી

તડકોછાંયો – તડકો અને છાંયો

રાધાકૃષ્ણ – રાધા અને કૃષ્ણ

પાંચ સાત – પાંચ કે સાત

સ્ત્રી પુરુષ – સ્ત્રી અને પુરુષ

રાતદિવસ – રાત અને દિવસ

ચા કોફી – ચા અથવા કોફી

દ્વંદ સમાસ ના અન્ય 25 ઉદાહરણો:

દ્વન્દ્વ સમાસના ઉદાહરણો

  • દસબાર
  • ગુરુશિષ્ય
  • આબોહવા
  • શુભ અશુભ
  • લે વેચ
  • આવક જાવક
  • નવાજુના
  • લાભાલાભ
  • આજકાલ
  • પાશેર-દોઢપાશેર
  • છળકપટ
  • અન્નપાની
  • ગડદાપાટુ
  • થોડુંઘણું
  • નામ-સરનામું
  • દુહા-છંદ
  • દાળચોખા
  • થોડુંઘણું
  • રંગગંધ
  • હાડમાંસ
  • રહેણીકરણી
  • રામાયણ-મહાભારત
  • વેદ-ઉપનિષદ્દ
  • ફૂલફળ
  • પ્રેમશૌર્ય

ઉપપદ સમાસ:

આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે આ સમાસ માં પૂર્વપદ ઉતરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય અને ઉતરપદ ક્રિયાધાતું હોય તેને ઉપપદ સમાસ કહેવાય છે.

શબ્દ નો વિગ્રહ કરતા અંતે કરનાર, હરનાર, જાણનાર, રહેનાર, આપનાર ટુંક માં અંતે ‘નાર’ પ્રત્યય આવે.

ઉપપદ સમાસ ના ઉદાહરણ:

લેભાગુ – લઈને ભાગનાર

સોદાગર – સોદો – વેપાર કરનાર

તકસાધુ – તક ને સાધનાર

આશાજનક – આશા જન્માવનાર

ખિસ્સા કાતરૂ – ખિસ્સા ને કાતરનાર

ગોપાળ – ગાયો ને પાળનાર

ધર્મજ્ઞ – ધર્મ ને જાણનાર

નર્મદા – નર્મ (આનંદ) આપનાર

અન્નપૂર્ણા – અન્નને પૂર્ણ કરનાર

મનોહર – મન ને હરનાર

ઉપપદ સમાસ ના અન્ય 25 ઉદાહરણો:

ઉપપદ સમાસના ઉદાહરણો

  • કુલદિપક
  • પારદર્શિતા
  • પાલનહાર
  • તલાટી
  • બંધૂકધારી
  • તટસ્થ
  • ગગનભેદી
  • ગિરિધર
  • ઉદાસીન
  • કૃતજ્ઞ
  • ગ્રંથકાર
  • ગૃહસ્થ
  • પંકજ
  • ઉદ્વારક
  • દિલદાર
  • જીવરખું
  • પૂર્વજ
  • પગરખું
  • ભયંકર
  • પ્રેમદા
  • જહાંગીર
  • જળચર
  • મૂર્તિકાર
  • નિશાચર
  • દિનકર

બહુવ્રીહિ સમાસ:

આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે જેમાં પૂર્વ પદ અને ઉત્તર પદ બંને વચ્ચે વિશેષણ અને વિશેષય સંબંધ હોય. પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને તેનાથી બનેલું સમાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.

વિગ્રહ કરીએ ત્યારે જેનો, જેની, જેનું, જેના, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી, જેવા સર્વનામો વપરાય છે.

બહુવ્રીહિ સમાસ ના ઉદાહરણ:

પિનાક પાણી – જેના પાણી માં પિનાક છે તે

કાળમુખો – જેનું મુખ કાળ જેવું છે તે

મહાબાહુ – જેના બાહુ મહા છે તે

મંદબુદ્ધિ – જેની બુદ્ધિ મંદ છે તે

નમાયું – જેની માં નથી તે

પાણીપંથ – જેનો પંથ પાણી જેવો છે તે

તપોધન – જેનું ધન તપ છે તે

મુશળધાર – જેની ધારા મુશળ છે તે

ચંદ્રમુખી – જેનું મુખ ચંદ્ર સમાન છે તે

ગજાનન – જેનું મુખ ગજ જેવું છે તે

બહુવ્રીહિ સમાસ ના અન્ય 25 ઉદાહરણો:

બહુવ્રીહિ સમાસના ઉદાહરણો

  • ઉદગ્રીવ
  • અખંડ
  • અજાણ
  • નીરોગી
  • નીડર
  • અભણ
  • અમૂલ્ય
  • અશકય
  • અસહ્ય
  • નિર્મળ
  • નિર્મોહી
  • દુર્લભ
  • અપરિગ્ર
  • નવપલ્લ્વ
  • નિર્દય
  • નિર્ભય
  • એકચિત્ત
  • નિઃશંક
  • અનાથ
  • અદ્વિતીય
  • નીલકંઠ
  • એકચિત્ત
  • પદ્મનાભ
  • વૃકોદર
  • અભેદ

અવ્યયીભાવ સમાસ:

પૂર્વ પદ અવ્યય (યથા/પ્રતિ/પર/આ/સમ/દર/હર) વગેરે હોય તો અથવા ઉતરપદ માં (ભર/સર/પર્યત) આવતું હોય સમાસ અવ્યય તરીકે વપરાયેલો હોય તો તેવા સમાસ ને અવ્યયીભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે.

અવ્યયીભાવ સમાસ ના ઉદાહરણ:

પરોક્ષ – આંખો ની પર

પ્રત્યક્ષ – આંખો ની સામે

પ્રતિદિન – રોજે રોજ

યથાબુદ્ધી – બુદ્ધિ પ્રમાણે

યથાશક્તિ – શક્તિ પ્રમાણે

અધોમુખ – મુખ નીચું રાખીને

યથાપૂર્વ – પહેલા પ્રમાણે

સવિનય – વિનય સાથે

યથાર્થ – યોગ્યતા પ્રમાણે

સમક્ષ – આંખો ની સામે

અવ્યયીભાવ સમાસ ના અન્ય 25 ઉદાહરણો:

અવ્યયીભાવ સમાસ ના અન્ય 25 ઉદાહરણો

  • અનુસાર
  • પ્રતિલિપિ
  • પ્રત્યારોપ
  • યથાગતિ
  • પ્રતિશત
  • પ્રત્યેક
  • પ્રતિમાસ
  • રાતોરાત
  • ચોતરફ
  • અબાલવૃદ્ધ
  • દરવખત
  • આજીવન
  • આમરણ
  • રાતભર
  • જીવનભર
  • પ્રતિક્ષણ
  • વિધિસર
  • આજીવન
  • સમતોલ
  • સમરૂપ
  • આધ્યાત્મ
  • જીવનપર્યંત
  • વિધિસર
  • સહપરિવાર
  • સહપાઠી
અને અંતે:

તમારા દ્વારા કોઈ સમાસ ના ઉદાહરણ આપવા હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી

Visited 6,687 times, 1 visit(s) today

5 thoughts on “સમાસ એટલે શું? સમાસ ના પ્રકારો ઉદાહરણ સહિત”

  1. ખૂબ જ સુંદર આ આપનું કાર્ય છે, જો આપ ફોટામાં મુકેલા અન્ય ઉદાહરણના પણ વિગ્રહ સાથે મૂકી શકો તો સારું અથવા ઈમૈલ કરી આપો તો સારું …….

    Reply
    • હાર્દિકભાઇ, એ તમારું ગ્રુહકાર્ય છે. હા, ગ્રુહકાર્ય એ મધ્યમપદલોપી સમાસ નું ઉદાહરણ છે. 😂

      Reply

Leave a Comment