મહાત્મા ગાંધી ના સુવિચાર

મહાત્મા ગાંધી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે તેમનો જન્મ 2 ઓકટોબર 1869 ના રોજ થયો હતો અને 2 ઓકટોબર 2021 ના રોજ 152 મી જન્મજયંતી નિમિત્તે અહી તેમના દ્વારા કહેવામાં આવેલ મહાત્મા ગાંધી ના સુવિચાર પ્રસ્તુત કરવા માં આવ્યા છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર

મહાત્મા ગાંધી વિશે ટુંકી માહિતી

મહાત્મા ગાંધી ના સુવિચાર

તેમનો જન્મ 2 ઓકટોબર 1869 ના રોજ ગુજરાત ના પોરબંદર ખાતે થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર ના દીવાન હતા. ગાંધીજી એ પ્રાથમિક શાળા નો અભ્યાસ પોરબંદર માં થી કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ રાજકોટ ની સર આલ્ફ્રેડ કોલેજ માં થી કર્યું હતું.

આ પણ વાંચો – સ્વામી વિવેકાનંદ ના સુવિચાર (Quotes)

તેઓ એ કાયદા ની ડીગ્રી માટે લંડન અભ્યાસ માટે ગયા હતા ત્યાંથી કાયદા નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આફ્રિકા શેઠ અબ્દુલ્લા ના ભત્રીજા નો કેસ લડવા ગયા હતા ત્યાં કાળા અને ગોરા વચ્ચે નો ભેદ દૂર કરવા અને અશ્વેત લોકો ને ન્યાય અપાવવા માટે આંદોલન કર્યું હતું. ત્યારબાદ ભારત પરત ફર્યા બાદ તેઓએ ભારત માં સત્યાગ્રહ કર્યા અને ભારત ને અંગ્રેજો ની ગુલામી માં થી મુક્ત કર્યા હતા.

મહાત્મા ગાંધીજી ના જીવન નો મુખ્ય હેતુ સત્ય અને અહિંસા હતું તેમના દ્વારા કહેવામાં આવેલ વાતો, તેમનું જીવન તથા સત્યાગ્રહો, તેમના જીવનના પ્રસંગો, મહાત્મા ગાંધી ના સુવિચાર વગેરે ઘણા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ અને માર્ગદર્શન પૂરું પાડનાર છે.

મહાત્મા ગાંધી નું જીવન એક આદર્શ વિચારધારા સાથે અને હમેંશા સત્ય અને અહિંસા ના માર્ગ પર ચાલનાર હતા તેમના થી પ્રભાવિત થઈ તેમના અનુયાયીઓ આજે પણ તેમના બતાવેલા માર્ગ પર ચાલે છે અને ગાંધીવાદી ના નિયમ પ્રમાણે જીવન જીવે છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર આજે અમે અહી લઈને આવ્યા છે જે તેમના જીવન ના ભાગરૂપ ગણવામાં આવે છે અને આ સુવિચાર ને જીવન માં ઉતારવામાં આવે તો ઘણા પ્રશ્નો ના જવાબ મળી શકે છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર:

  • આત્મવિશ્વાસ નો એક જ અર્થ થાય છે પોતાના કામ માં અતૂટ શ્રદ્ધા ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • જ્યાં પ્રેમ છે ત્યાં જ જીવન છે
  • શ્રદ્ધા કારણ થી જ લાગુ હોવી જોઈએ જ્યારે શ્રદ્ધા અંધ બની જાય છે ત્યારે તે નાશ પામે છે.
  • જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પણ છે જ.
  • આત્મા ના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કિર્તિ પ્રાપ્ત થાય છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદઉપયોગ કરી શકતા નથી
  • ઈશ્વર એ નિરાકાર છે આથી તેના દર્શન એ આંખ થી નહિ પરંતુ શ્રદ્ધા થી થાય છે
  • અહિંસા નો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો.
  • શારીરિક ક્ષમતા થી બળ ની પ્રાપ્તિ નથી થતી એ તો અદમ્ય ઇચ્છાશક્તિ થી પ્રાપ્ત થાય છે.
  • હું કોઈ કામ પ્રાથના વગર કરતો જ નથી જેમ શરીર ને ભોજન અનિવાર્ય છે તેમ આત્મા ને માટે પ્રાથના અનિવાર્ય છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • જેઓ પોતે કંઈ કરી શકતા નથી તે બીજાની નિંદા કરે છે. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • ચારિત્ર્ય શુદ્ધિ એ સમગ્ર જ્ઞાન પ્રાપ્તિ નું ધ્યેય હોવું જોઈએ.
  • ક્રોધ ને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી.
  • તમે જગત માં ભલાઈ ના કરી શકો તો કંઈ નહિ પરંતુ બુરાઈ તો ફેલાવશો નહિ.

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • જે પરિવર્તન તમે વિશ્વમાં જોવા માંગતા હોય તો એ પરિવર્તન ની શરૂઆત તમારા થી થવી જોઈએ. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • જીવો એવી રીતે કે કાલે તમે મારવાના છો અને શીખો એવી રીતના કે હમેંશા તમે જીવવાના છો.
  • આરોગ્ય જ સૌથી મોટું સુખ છે સોનું કે ચાંદી નહીં.
  • રાષ્ટ્ર ની મહાનતા એ તે દેશના પ્રાણીઓ સાથે થતા વર્તન થી કરી શકાય છે. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • સંતોષ એ પ્રયત્ન માં રહેલો છે, પ્રાપ્તિ માં નથી, સંપૂર્ણ પ્રયત્નો એ સંપૂર્ણ વિજય છે. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • તમે મને કેદ કરી શકો છો, તમે મને ત્રાસ આપી શકો છો, તમે મને મારી શકો છો પરંતુ તમે મારા મન ને ક્યારેય બાંધી શકતા નથી.
  • બધા ધર્મોનો સાર એક છે, ફકત તેમના અભિગમ અલગ છે.
  • સ્ત્રીથી જી નું અસલ આભુષણ એ તેનું ચરિત્ર છે.
  • હું વિશ્વના તમામ મહાન ધર્મોના મૂળભૂત સત્યમાં વિશ્વાસ કરું છું. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • આધ્યાત્મિક સંબંધ શારીરિક કરતા ઘણા કિંમતી છે, આધ્યાત્મિક વિનાના શારીરિક સંબંધ એ આત્મા વિનાના શરીર સમાન છે.
  • કોઈ વસ્તુમાં વિશ્વાસ કરવો અને તેમાં જીવવું નહિ તે અપ્રમાણિક છે.

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • મારૂ જીવન મારો સંદેશ છે.
  • સારો માણસ એ બધા જીવોનો મિત્ર છે.
  • સત્ય એક છે માર્ગ ઘણા બધા.
  • જ્યારે પણ તમારો સામનો કોઈ વિરોધી થી થાય તો તેને પ્રેમ થી જીતો ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • દરરોજ રાતે જ્યારે હું સુવા જાવ છું ત્યારે મરી જાઉં છું અને આગલી સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારો પુનર્જન્મ થાય છે.
  • ભગવાન નો કોઈ ધર્મ નથી હોતો.
  • મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે! સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેના સુધી પહોંચવા નો રસ્તો છે.
  • કમજોર ક્યારેય માફ નથી કરી શકતો, માફ કરવા માટે ખૂબ જ તાકાત ની જરૂર હોય છે.
  • તમે ત્યાં સુધી નથી સમજી શકતા કે કોણ તમારા માટે મહત્વ પૂર્ણ છે, જ્યા સુધી તમે તેમને ખોઈ નથી દેતા.

મહાત્મા ગાંધી ના સુવિચાર

  • હું મરવા માટે તૈયાર છું પણ એવું કોઈ કારણ નથી કે જેના લીધે હું મારવા તૈયાર થઈ જાવ.
  • મારી અનુમતિ વિના કોઈ પણ મને ઠેસ નથી પહોંચાડી શકતો.
  • વ્યક્તિ પોતાના વિચારો થી નિર્મિત એક પ્રાણી છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે.
  • બધા જ માણસોની જરૂરિયાત માટે જે છે તે પૂરતું છે પણ એક જ માણસ ના લોભ માટે તો આ બધું અપૂરતું જ છે.
  • આપણી જિંદગી માં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ના હોત!
  • ધૈર્ય નો નાનો એવો હિસ્સો પણ એક લાખ ઉપદેશ કરતા શ્રેષ્ઠ છે. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • ગૌરવ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે, લક્ષ્ય સુધી પહોંચવામાં નહીં.
  • તમે જે કરશો તેની કોઈ ગણતરી નહિ થાય. પરંતુ તમારા માટે તે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ડરપોક પ્રેમ કરી શકતો નથી, તે બહાદુરીની નિશાની છે.
  • ગરીબી અભિશાપ નથી પરંતુ માનવરચિત ષડયંત્ર છે.
  • કર્મ પ્રાથમિકતાઓ વ્યક્ત કરે છે.
  • ભવિષ્ય તમે આજે શું કરી રહ્યા છો તેના પર નિર્ભર છે.
  • માણસની ઓળખ તેના કપડા થી થતી નથી, પરંતુ તેના ગુણો અને ચારિત્ર્યથી થાય છે.
  • પહેલા તેઓ તમને અવગણશે, પછી તેઓ તમારા પર હસશે, પછી તેઓ તમારી સાથે લડશે, અને પછી તમે જીતી જશો.
  • તે ધાર્મિક છે, જે બીજાના દુઃખ ને સમજે છે.
  • ભૂલો કરવાની સ્વતંત્રતા ન હોય ત્યાં સુધી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી.
  • વિશ્વાસ એક સદગુણ છે, અવિશ્વાસ એ નબળાઈની જનેતા છે. ~ મહાત્મા ગાંધી ના સુવિચાર
  • સત્યની શોધ કોઈના વિરોધી પર હિંસાને મંજૂરી આપતી નથી.
  • તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારી જાતને અન્યની સેવામાં આપી દો.
  • એક આંખ માટે આંખ જ આખી દુનિયાને અંધ બનાવી દે છે.
  • પ્રાથના સવાર ની પુંજી છે અને સાંજ નું સૌંદર્ય.
  • ભલે તમે એકલા હોવ, પણ સત્ય સત્ય છે.
  • નૈતિકતા વસ્તુઓનો આધાર છે અને સત્ય એ તમામ નૈતિકતાનું મહત્વ છે.
  • પ્રામાણિક મતભેદ ઘણીવાર પ્રગતિનો સારો સંકેત છે.
  • ગરીબી હિંસાનું સૌથી ખરાબ સ્વરૂપ છે.
  • આત્મસન્માન કોઈ વિચારણાને જાણતું નથી
  • આપણે બીજા પક્ષને ન્યાય આપીને ઝડપથી ન્યાય જીતીએ છીએ.
  • ન્યાયની અદાલતો કરતાં ઉચ્ચ અદાલત છે અને તે અંતરાત્માની અદાલત છે. તે અન્ય તમામ અદાલતોથી આગળ છે.
  • જેઓ કહે છે કે ધર્મને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી તેઓ જાણતા નથી કે ધર્મ શું છે.
  • મહિમા કોઈના લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં છેે તેને પ્રાપ્ત કરવામાં નથી.
  • અહિંસા એ શ્રદ્ધાનો લેખ છે.
  • અંતરાત્માની બાબતોમાં, બહુમતીના કાયદાને કોઈ સ્થાન નથી.
  • કોઈ કામ કરતી વખતે, તેને પ્રેમથી કરો અથવા તે ક્યારેય ન કરો.
  • જીવનની ઝડપ વધારવા કરતાં વધુ છે.
  • જો મને રમૂજની ભાવના ન હોત, તો મેં ઘણા સમય પહેલા આત્મહત્યા કરી લીધી હોત.
  • ક્રોધ અને અસહિષ્ણુતા સાચી સમજણના દુશ્મનો છે.
  • સત્ય ક્યારેય એવા કારણને નુકસાન પહોંચાડતું નથી જે યોગ્ય હોય.
  • ભયનો ઉપયોગ છે પણ કાયરતાનો કોઈ નથી.
  • ભય શરીરની બિમારી નથી, તે આત્માને મારે છે.
  • પ્રસન્નતા જ એકમાત્ર એવું અત્તર છે, જેને તમે બીજા પર છાંટો છો તો કેટલાંક ટીપાં તમારા ઉપર પણ પડે છે
  • તમે જે કોઈ કામ કરો છો તે ઓછું મહત્વનું પણ હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે તમે કંઈક કરો.
  • સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે.
  • અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે.
  • આત્મા ની દ્રષ્ટિએ પાળેલી નીતિ એ ધર્મ
  • જેની નિષ્ઠા સાચી છે તેને પ્રભુ જ ઉગારી લે છે.
  • માણસનું શરીર ઈશ્વર નું મંદિર છે.
  • સત્કર્મ નું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 564 times, 1 visit(s) today

Leave a Comment