જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર અને તેમના વિશે ની માહિતી

જ્ઞાનવત્સલ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાય ની સંસ્થા BAPS (બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા) ના અનુયાયી છે અને મોટીવેશનલ સ્પીકર સંત છે કે જેઓ લોકો ને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા નું કાર્ય કરે છે. જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર અને તેમના દ્વારા કરવામાં આવતી વાતો થી એક નવો ઉત્સાહ અને જોશ ની પ્રાપ્તિ થાય છે. તેઓ જાહેર માં ઘણા દેશ વિદેશ માં સ્ટેજ પરથી ઘણા લોકો ને તેમના પ્રવચન અને હકારાત્મક અભિગમ થી માર્ગદર્શન પૂરું પાડતા આવ્યા છે.

જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

જ્ઞાનવત્સલ સ્વામી વિશે સંપુર્ણ માહિતી:

તેમનો જન્મ વલ્લભ વિદ્યાનગર ખાતે 12 નવેમ્બર 1958 ના રોજ થયો હતો તેમનું બાળપણ અને અભ્યાસ પણ તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે થી જ કર્યો હતો.

જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

તેમનું મૂળ નામ રક્ષિત રાવલ છે. તેમણે BVM (બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય) વિદ્યાનગર, SP UNIVERSITY માં થી મિકેનિકલ એન્જિનિયર નો અભ્યાસ કરેલો છે.

આ પણ વાંચો – મહાકવિ કાલિદાસ વિષે ની રસપ્રદ માહિતી

તેઓ તેમના શરૂઆત ના દિવસો માં માતાપિતા સાથે સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા હતા અને ત્યાં તેમનો ભેટો પ્રમુખ સ્વામી મહારાજ સાથે થયો અને જ્ઞાનવત્સલ સ્વામી એ તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા બાદ તેમની પાસે થી 26 વર્ષ ની ઉંમરે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાંસારિક જીવન નો ત્યાગ કરીને સંત નું જીવન જીવવાની શરૂઆત કરી હતી.

પ્રમુખ સ્વામી મહારાજ ના સાનિધ્ય માં તેમણે શિક્ષા લીધી હતી તથા 26 વર્ષ ની ઉંમર થી સાંસારિક જીવન નો મોહ ત્યાગ કરી ને આધ્યાત્મિક જીવન વિતાવે છે. તેમના જીવન નો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકો ને ભણાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે.

તેઓ વિવિધ સેમિનાર માં વક્તા તરીકે ની ભૂમિકા ભજવી ચૂક્યા છે જેમકે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, યુરોપ, કેનેડા, ન્યુઝીલેન્ડ જેવી વિદેશ ની ધરતી પર પણ મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રવચન આપેલા છે.

જ્ઞાનવત્સલ સ્વામી તેમના પ્રવચન લગભગ છેલ્લા 20 વર્ષ થી કરતાં આવે છે પરંતુ તેઓ ફી તરીકે એક રૂપિયો પણ લેતા નથી પ્રવચન માં તેઓ વિવધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે જેમાં ખુશી, કામ કરવાનું વલણ, હકારાત્મક અભિગમ, પરિવાર, અભ્યાસ, ભવિષ્ય ના નિર્ણયો વગેરે બાબતો પર ખુબ જ સુંદર પ્રવચન આપે છે.

તેઓ દેશ વિદેશ ના રાજકારણીઓ, ઉદ્યોગપતિ તથા સંતો સાથે સારો એવો સંબંધ ધરાવે છે.

આજે અહીં તેમના પ્રવચન કે તેમના દ્વારા આપવા માં આવતા હકારાત્મક ઉર્જા માં થી જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર લઈ ને આવ્યા છે.

જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર:

  • પૃથ્વી ગોળ છે અને તમારા ખરાબ કાર્યો માટે કોઈ ખૂણો નથી.
  • કોઈ એવું તાળું નથી કે જેની ચાવી ના હોય.
  • કાં તો તમારી સમસ્યા હલ કરો, કાં તો તેને છોડી દો અથવા તેની સાથે જીવો ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • તમારી જાતને સ્થિર રાખો તે તમારા જીવનનું પ્રથમ પાસું છે.
  • તમે તમારા નસીબ, તમારી મહેનત અને તમારા ભાગ્યને ચલાવી રહ્યા છો.
  • સમજણ એ સુખ અને સફળતાની ચાવી છે.
  • સરખું આયોજન અને સમાધાન જીવન છે.
  • સારા દેખાવાનો પ્રયત્ન ન કરો, સારા બનો.
  • જે ક્ષણે તમે નકારાત્મક પ્રતિભાવો ને પ્રતિક્રિયા આપવાનું શરૂ કરો છો, એટલે તમે જીવનમાં નકારાત્મકતા સ્વીકારી છે.

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • પડવું એ ગુનો નથી પણ છોડવું એ ગુનો છે.
  • સફળતા એકમાત્ર વિકલ્પ છે, જાઓ અને તેને ઝડપી લો.
  • વિશ્વનો સૌથી મોટો કચરો વોટ્સએપ છે.
  • તમે તમારા વ્યવસાયને સંપૂર્ણ રીતે જાણી શકતા નથી.
  • માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતાને સાચી સફળતા કહેવાય છે. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં, એટલા માટે નાના માણસને નાનો ના સમજો, ક્યારેક ક્યારેક નાના માણસ પણ મોટું કામ કરી જાય છે.
  • અમીર બનવું, લોકપ્રિય બનવું, ઉંચી ડિગ્રી લેવી કે સંપૂર્ણ બનવું એ જીવન નથી પરંતુ વાસ્તવિક બનીએ નમ્ર બનીએ અને દયાળુ બનીએ એ સાચી જિંદગી છે.

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • વિશ્વાસ શબ્દ નાનો છે, પણ એનુ મહત્વ ઘણું મોટું છે.પરંતુ સમસ્યા એ છે કે, વિશ્વાસ પર લોકો શંકા કરે છે અને શંકા પર વિશ્વાસ કરે છે. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • સમય પાસે એટલો સમય નથી કે, આપણને બીજી વાર સમય આપે.. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • નમવાથી સંબધ મજબૂત થતો હોય, તો નમી જાઓ, પણ દરેક વખતે તમારે જ નમવું પડે તો થોભી જાઓ.
  • એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે, છતાંય લોકો કહે છે કે દિવો બળે છે.
  • જેને લેટ ગો કરતા આવડે છે ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે કેમ કે, એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે.
  • સંબંધો તૂટવાનું એક કારણ આ પણ છે કે આજ-કાલ લોકો બીજાને પોતાના બનાવવા માટે પોતાનાઓને દુર કરી નાંખતા હોય છે. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • સમય અને ભાગ્ય પર કયારેય અભિમાન નહીં કરવું, બંને માં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.
  • તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દુર પણ ના રહેવુ.
  • જિંદગીમા બદલાવ એટલો પણ ના લાવો કે તમને ગમતી વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે.
  • મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેના ગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • સહેલુ નથી એ વ્યકતિ ને સમજવુ, જે જાણે છે બધુ પણ બોલતા નથી. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • જિદ ની એક ગાઠ છુટી જાયતો ગુંચવાયેલા બધા સંબંધો સિધાદોર થઈ જાય. ~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • અભિમાની માનવી પોતાના અહંકારમા મત્ત થઇને બીજાને પડછાયાની જેમ તુચ્છ ગણે છે.
  • જીવન નુ લક્ષ્ય ને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે જીવન મા.
  • જો મહેંનત કર્યા પછી પણ સપના પુરા ના થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાત નહી. વૃક્ષ પણ હમેશા પાંદડા બદલે છે મૂળ નહી.~ જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર
  • દુનિયા માં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય અને દુનિયા માં એવી કોઈ સમસ્યા નથી કે જેનું કોઈ સમાધાન ના હોય.
  • કોઈ વાતને જેટલી દબાવવામાં આવે છે, એ સમય જતા બમણા વેગથી ઉછળીને બહાર આવે છે.
  • હક નું વા૫૨શો તો સુખી રહેશો પણ અહકનું લીધું તો દુઃખ નક્કી જ છે.
  • આ ભયની દુનિયામાં, એકમાત્ર વ્યક્તિ જે નિર્ભય બની શકે છે જે બધા માટે કરુણા ધરાવે છે.
  • પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવવા કરતાં પોતાના દોષ સુધારવા વધુ બુદ્ધિશાળી છે.

Gyanvatsal Swami Quotes In Gujarati (જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર)

  • તમારું જીવન એટલું પણ ન બદલો કે જેને તમે પ્રેમ કરો છો તે પણ તમને એનું દુઃખ ન કહી શકે.
  • જ્યારે કોઈ કામ કરતી વખતે મન સાથ ના આપે તો, તે કામ છોડી દો, નહીં તો પસ્તાવો કરવાનો વારો આવશે.
  • ભરેલું પુસ્તક જે હંમેશા બંધ રહે છે તે માત્ર કાગળનો કચરો છે.
  • પાણી વાણી અને કમાણી સાચવી ને વા૫૨જો, કારણ કે ભવિષ્યમાં જો આ ત્રણેય નહીં હોય તો, ભવિષ્ય જ નહીં હોય.
  • ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડ માં ભાગ લેવા કરતા સાચી દિશા માં એકલા ચાલવું સારું છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 593 times, 3 visit(s) today

Leave a Comment