રંગોળી એ તહેવાર ના સમયે ઘર ના આંગણા માં બનાવવામાં આવતી હોય છે જેના કારણે થી ઘર નો નિખાર આવે છે. અને ઘર માં આકર્ષણ ની કેન્દ્ર બનતું હોય છે ઘર માં પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિ ની ઘર ના આંગણા માં બનાવવા માં આવેલી રંગોળી પર નજર જતી જ હોય છે.
આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2023
રંગોળી શબ્દ રંગથી બન્યો છે કે જેનો મતલબ છે આવલી કે જે એક રેખા અને પૅટર્ન હોય છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઘરને શણગારવા અને ઉત્સવ મનાવવા માટે બનાવવામાં આવતી હતી. તે સમયે લોકો પોતાનાં ઘરોનાં દરવાજા પર દરરોજ ચોખાનાં લોટથી બનાવતા હતાં. તેને વિવિધ પ્રકાર ની વસ્તુ થી બનાવવામાં આવતી હોય છે જેમકે કલર થી, માટી થી, ચોખા ના લોટ થી, ફૂલ થી વગેરે રીતે બનાવવામાં આવે છે.
રંગોળી ની 50 ડિઝાઇન:
અહીં ઉપયોગી થાય તથા તહેવાર ના સમયે ઘર ના આંગણે બનાવવામાં મદદરૂપ થાય તેના માટે અહી પસંદ કરેલી કેટલીક રંગોળી ની ડીઝાઈન દર્શાવવામાં આવી છે જે નીચે મુજબ છે.
રંગોળીને બહુ શુભ ગણવામાં આવે છે અને કહે છે કે રંગોળી બનાવવી દેવી મહાલક્ષ્મીને પોતાનાં ઘરમાં આમંત્રિત કરવું છે. તેમાં ઉપયોગ કરવામાં આવતો પાવડર ચોખાનાં આટા, ચૉક પાવડર અને પ્રાકૃતિક રંગોથી બને છે.
આમ તો રંગોળી આંગળીઓથી દોરવામાં આવે છે, પરંતુ હવે તેને બનાવવા માટે સ્ટેંસિલ અને બીજી અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. રંગોળીની કેટલીક ડિઝાઇનો પર નજર નાંખીએ છીએ કે જેમને આપ આ દિવાળીએ બનાવી શકો છો.
પારંપરિક રંગોળી ચોખાનાં લોટ અને સફેદ ચૉકનાં પાવડરથી બને છે. જો આપની પાસે રંગ નથી, તો આપ તેનાથી પણ રંગોળી બનાવી શકો છો.
આ ડિઝાઇન લાઇન ડૉટ્સ દ્વારા બનાવવામાં આવે છે. આ ખૂબ સરળ છે.
ભારતના વિવિધ રાજ્યોમાં રંગોળી ના વિવિધ નામો નીચે મુજબ છે:
- બંગાળમાં ચોખાની પેસ્ટથી બનાવવામાં આવતી હોવા થી તેને “અલ્પના” તરીકે ઓળખવામાં આવે છે.
- તે ઓરિસ્સામાં “ઓસ્સા” તરીકે ઓળખાય છે.
- કેરળમાં “પુવિડલ” કહેવામાં આવે છે.
- તમિલનાડુમાં તેને “કોલામ” કહેવામાં આવે છે.
- રાજસ્થાનમાં તે “મંડના” નામથી જાય છે.
- ગુજરાતમાં તેને “સાથિયા” કહેવામાં આવે છે.
- તે આંધ્ર પ્રદેશમાં “મુગ્ગુ” તરીકે ઓળખાય છે.
- ઉત્તર પ્રદેશમાં રંગોળીને “સોના રખના” કહેવામાં આવે છે.
- મધ્ય પ્રદેશમાં તે “ચોકપૂર્ણા” તરીકે ઓળખાય છે.
- તે બિહારમાં “અરિપણા” તરીકે ઓળખાય છે.
- મહારાષ્ટ્રમાં તે “રંગવલ્લી” તરીકે ઓળખાય છે.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અથવા આપને મદદરૂપ થયો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.