2021 માં આવનારી ગુજરાતી ફિલ્મો

2019 નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સફળ રહ્યું હતું. 2019 માં હેલ્લારો, ચાલ જીવી લઈએ, ધુનકી, સાહેબ, બહુ ના વિચાર, ચાસણી અને 2020 માં ગોલકેરી, લવ ની લવ સ્ટોરી, કેમ છો?, મોન્ટુ ની બીટ્ટુ જેવી ફિલ્મો સિનેમા ઘરો માં સફળ રહી હતી. 2020 માં 22 માર્ચ થી કોરોના ના કારણે લોકડાઉન થવા થી સિનેમા ઘરો બંધ થઈ ગયા હતા અને ફિલ્મો આવતી અટકી ગઈ હતી. પરંતુ હવે સિનેમા ઘરો એકવાર ફરી થી ખુલી ગયા છે ત્યારે 2021 માં એકવાર ફરી થી ગુજરાતી ફિલ્મો સિનેમા ઘરો માં તરખાટ મચાવવા માટે તૈયાર છે તેમાં થી એવી ફિલ્મો વિશે માહિતી લઈ ને આવ્યા છીએ જે કલાકારો અને ફિલ્મની વાર્તા ના કારણે થી આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. તેવી ફિલ્મો વિશે ની માહિતી અહીં આપવામાં આવી છે જે 2021 માં રિલીઝ થવા ની શક્યતાઓ છે.



રાડો – યશ સોની અને હિતુ કનોડિયા ની આ ફિલ્મ નું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પોસ્ટર પર થી આ ફિલ્મ રોમાંચ અને રહસ્ય થી ભરપુર લાગી રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ના દિગ્દર્શન હેઠળ આ ફિલ્મ બની છે. કૃષ્ણદેવ યાજ્ઞિકે આ અગાઉ છેલ્લો દિવસ, શું થયું? અને કરશનદાસ પે એન્ડ યુઝ જેવી ફિલ્મો આપી છે. આ ફિલ્મ માં યશ સોની અને હિતુ કનોડિયા સિવાય જાનકી બોડીવાલા, તરણજી ભડલા નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ દિવાળી નિમિત્તે રિલીઝ થવાની છે.



મચ્છુ – 11 ઓગસ્ટ 1979 માં થયેલી મોરબી ની મચ્છુ નદી માં થયેલી હોનારત પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મ નું પોસ્ટર તથા ટિઝર ઘણા સમય પેહલા આવી ગયું છે. આ ફિલ્મ નું ટીઝર સફળ જતા આ ફિલ્મ ની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં મયુર ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, અભિનય બેન્કર, જયેશ મોરે, રાગી જાની, ચેતન દઇયા, અવધેત લીંબચિયા, સુધીર દેસાઈ જેવા ધરખમ કલાકારો છે. આ ફિલ્મ 2021 માં રિલીઝ થઈ શકવાની શક્યતા છે.


ધૂઆંધાર – મલ્હાર ઠક્કર અને હિતેન કુમાર ની આ ફિલ્મ બોક્સિંગ પર આધારિત છે. આ ફિલ્મ નું પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. પોસ્ટર પર સમર ૨૦૨૧ લખેલ છે. હિતેન કુમાર મલ્હાર ઠક્કર ના ગુરૂ નું પાત્ર ભજવ્યું હોય તેવું લાગે છે. આ સિવાય ફિલ્મ માં નેત્રિ ત્રિવેદી, ડિમ્પલ બિસ્કિતવાલા, અલીશા પ્રજાપતિ પણ જોવા મળશે.


સારાભાઈ – મલ્હાર ઠક્કર ની બીજી એક ફિલ્મ આ ફિલ્મ માં તેના પાત્ર નું નામ ભગીરથ જટાશંકર નરભેરા એટલે કે “ભજન” છે. આ ફિલ્મ થી વિજ્ઞાની વિક્રમ સારાભાઈ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે. આ ફિલ્મ માં ભજન કુતૂહલ માં હલ શોધે છે. અને વિજ્ઞાન સાથે જ્ઞાન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ એમ મલ્હાર સાથે પૂજા જવેરી જોવા મળશે.



આવર્તન – સ્કેમ ૧૯૯૨ થી બોલીવુડ માં પોતાની નામના મેળવનારા પ્રતીક ગાંધી આ ફિલ્મ માં જોવા મળશે. આ ફિલ્મ માં પ્રતીક ગાંધી સાથે તેમના પત્ની ભામિની ઓઝા પણ જોવા મળશે.


વિકિડા નો વરઘોડો – મલ્હાર ઠક્કર ની આ વર્ષે ચાર થી પાંચ ફિલ્મો આવવા ની શક્યતા છે. તેમાં થી એક એવી વિકિડા નો વરઘોડો છે. છેલ્લો દિવસ માં પણ તેના પાત્ર નું નામ વિકી હતું. આ ફિલ્મ માં મલ્હાર ઠક્કર સિવાય મોનાલ ગજજર, જીનલ બેલાણી જોવા મળશે. આ ફિલ્મ નું દિગ્દર્શન રેવા ફિલ્મ ના દિગ્દર્શક રાહુલ ભોલે એ કર્યું છે. 


રહસ્યમ 2020 – આ ફિલ્મ માં ઓજસ રાવલ જોવા મળશે. નામ પર થી ફિલ્મ થ્રીલર લાગી રહી છે. આ ફિલ્મ નું શૂટિંગ માત્ર 18 દિવસ માં પુરૂ કરવામાં આવ્યું છે. ઓજસ રાવલ સિવાય ફિલ્મ માં જયેશ મોરે, ધર્મેશ વ્યાસ, રક્ષા નાયક, હિતેશ ઠાકર, અનીત રુધાની, યશ વૈદ્ય જેવા ઘણા કલાકારો જોવા મળશે.


૨૧ મુ ટિફિન – રામ મોરી સાહિત્ય જગત માં જાણીતું નામ છે. રામ મોરી ની પ્રખ્યાત બુક પર થી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ નું શૂટિંગ માત્ર 8 દિવસ માં પુરૂ કરવામાં આવ્યું હતું. લૉકડાઉન દરમ્યાન આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મ માં નેત્રિ ત્રિવેદી, રોહન કામદાર અને નીલમ પંચાલ જોવા મળશે. આ ફિલ્મ નું દિગ્દર્શન વિજયગીરી બાવા એ કર્યું છે. જેમણે આના પહેલા મહોંતું, પ્રેમજી અને મોન્ટુ ની બીટ્ટુ જેવી ફિલ્મો આપી છે.


કેસરિયા – મલ્હાર ઠક્કર ની આ ફિલ્મ નું પોસ્ટર આવી ગયું છે. જેમાં વાર્તા કચ્છ થી ચાલુ થઈ ને સ્કોટલેન્ડ સુધી ની છે. આ ફિલ્મ માં મલ્હાર સાથે અંશુલ ત્રિવેદી, વિરલ શાહ, રિતુ ભાગવાની પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અને વાર્તા ધ્વનિ ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે.


વાલમ જાવો ને – પ્રતીક ગાંધી અને દીક્ષા જોષી ની આ ફિલ્મ આવી રહી છે ધુણકિ બાદ એકવાર ફરી થી બંને સાથે જોવા મળશે. આ ફિલ્મ માં તેમની સાથે ટીકુ તલસાણીયા, સંજય ગોરડિયા, ઓજસ રાવલ, કેવિન દવે અને બિંદા રાવલ પણ જોવા મળશે. આ ફિલ્મ ના દિગ્દર્શક હાર્દિક ગજજર છે.


તારી સાથે – તારક મહેતા માં ટપ્પુ નું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી અને જીનલ બેલાની આ ફિલ્મ રોમેન્ટિક મ્યુઝિક પર આધારિત છે. જેનું દિગ્દર્શન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જે ટૂંક સમયમાં રિલીઝ થશે.


મારા પપ્પા સુપર હીરો – શ્રદ્ધા ડાંગર અને અભિનય બેન્કર ની પિતા પુત્રી ના જીવન પર આધારિત આ ફિલ્મ માં અલગ અમદાવાદ જોવા મળશે તેવું દિગ્દર્શક દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન મોન્ટુ ની બીટ્ટુ અને પ્રેમજી જેવી ફિલ્મો આપનારા દ્વારા કરવામાં આવ્યું છે.




રમણીક ઈન પ્રોબ્લેમ – મૌલિક નાયક અને ધર્મેશ વ્યાસ ની આ ફિલ્મ જેનું ટૂંક માં નામ RIP રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ મનોરંજન થી ભરપૂર હશે. અને આ ફિલ્મ માં કોમેડી સાથે સંદેશો આપવામાં આવ્યો છે.


આજ ના સમચાર – મલ્હાર ઠક્કર ની હજુ એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. દિગ્દર્શક વિરલ શાહ સાથે મલ્હાર ઠક્કર ની આ ત્રીજી ફિલ્મ કરવા જઈ રહ્યો છે.


આ સિવાય જયેશ મોરે અને કિંજલ રાજપ્રિયા ની ધુમ્મસ, હોરર કોમેડી ઓલ આર વેલકમ, દીક્ષા જોષી અને મલ્હાર ઠક્કર ની વેનીલા આઈસ્ક્રીમ, છેલ્લો કારડિયોગ્રામ, જીવન આખ્યાન, સાતમ આઠમ, કિશોર કાકા નું પાત્ર ભજવનાર સ્મિત પંડ્યા ની એકડે એક જેવી ઘણી ફિલ્મો આવી રહી છે.

Visited 24 times, 1 visit(s) today

Leave a Comment