ભારત માં આવેલી ઊંચી પ્રતિમાઓ

ભારત ની સંસ્કૃતિ માં ધર્મ નું એક આગવું સ્થાન અને મહત્વ છે. ભારત માં બધી જાતિ ના સમુદાય ને ધર્મ ને માનનારા લોકો વસવાટ કરે છે. ભારત એ એકતા નું પ્રતીક છે અને એમાં કોઈ નવાઈ ની વાત નથી કે ભારત માં ધાર્મિક સ્થાનો દરેક જગ્યા એ જોવા મળે છે જેમાં થી ઘણા એવા વ્યક્તિઓ કે હસ્તીઓ થઈ ગઈ કે જેના નામ ઈતિહાસ માં અમર થઈ ગયા છે તેવી જ વ્યક્તિઓ અને ભગવાન ની મૂર્તિઓ માં અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ભારત માં મૂર્તિઓ ને પૂજવામાં આવે છે અને તેમાં લોકો આસ્થા પણ ધરાવે છે

ભારત માં દરેક પ્રકાર ની મૂર્તિઓ જોવા મળે છે કે જેમાં થી ઘણી મૂર્તિઓ નાની હોય છે કે જેને લોકો સાથે પોતાની બેગ માં રાખી શકે છે જ્યારે ઘણી એવી મૂર્તિઓ એટલી હદે વિશાળ હોય છે કે જેને ઘણા દૂર ના અંતરે થી જોઇ શકાય છે. એવી જ વિશાળ મૂર્તિઓ વિશે આપણે અહીં વિગત થી જાણીએ..


Statue of Unity – સરદાર પટેલ ની મહાનતા ને ધ્યાન માં રાખી ને એમ ની યાદી રૂપે નર્મદા નદી ના કિનારે વિશાળ સુંદર અને ભવ્ય મૂર્તિ બનાવવા માં આવી છે જેને સ્ટેચ્યુ ઑફ યુનિટી નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમા નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર બંધ થી 3.5 કિલોમીટર ના અંતરે આવેલું છે. જેની સ્થાપના 31 ઓક્ટોબર 2018 ના રોજ કરવામાં આવી હતી. જેની ઉંચાઈ 182 મીટર (597 ફૂટ) છે.



વીર અભય અંજનેયા સ્વામી – રામ ભક્ત હનુમાનજી ની આ પ્રતિમા વીર અભય અંજનેયાં નામની વિશાળ મૂર્તિ આંધ્રપ્રદેશ ના વિજયવાડા નજીક પરિતાલા શહેર માં આવેલું છે. આ હનુમાનજી ની સૌથી ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિ ની સ્થાપના 22 જૂન 2003 માં કરવામાં આવી હતી. આ પ્રતિમા ની ઊંચાઈ 41 મીટર (135 ફૂટ) છે. 



સંત તિરુવલુવર ની પ્રતિમા કન્યાકુમારી – આ પ્રતિમા એ કન્યાકુમારી નું પ્રતિક સ્થાન છે. આ પ્રતિમા પ્રસિદ્ધ સંત અને કવિ થીરુવુલ્વર ને સમર્પિત છે. જેની ઉંચાઈ 40.5 મીટર (133 ફૂટ) છે. જેની સ્થાપના 2000 માં કરવામાં આવી હતી.



તથાગત ત્સલ – તથાગત ત્સલ કે જે રવાંગલ ના બૌદ્ધ પાર્ક તરીકે પણ જાણીતું છે. જે સિક્કિમ જીલ્લાના દક્ષિણ સિક્કિમ વિસ્તાર ના રવાંગલ શહેર માં આવેલું છે. જેની ઉંચાઈ 39 મીટર (128 ફૂટ) છે. ભગવાન બૌદ્ધ ની સૌથી ઊંચી પ્રતિમા છે. જેને 2006 થી 2013 સુધી માં બનાવવામાં આવી હતી.



ધ્યાન બૌદ્ધ પ્રતિમા – ધ્યાન બૌદ્ધ ની આ પ્રતિમા આંધ્રપ્રદેશ ના અમરાવતી જીલ્લાના ગંટુર શહેર માં આવેલી છે. જે ભગવાન બૌદ્ધ ધ્યાન ની મુદ્રા માં છે. જેની ઉંચાઈ 38.1 મીટર (125 ફૂટ) છે. આ પ્રતિમા બનાવવા ની શરૂઆત 2003 માં થઈ હતી અને 2015 માં પૂર્ણ કરવામાં આવી હતી.



પદ્મ સંભવ ની મૂર્તિ મંડી હિમાચલ પ્રદેશ – પદ્મસંભવ એટલે કે જે કમળ થી જનમ્યું હોય. પદ્મસંભવ એ ભારત ના સાધુ પુરુષ હતા. જેમણે આઠમી સદીમાં બૌદ્ધ ધર્મ ને તિબેટ અને ભૂટાન માં લઈ જઈ ને તેનો પ્રસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પદ્મસંભવ ને હિમાચલ પ્રદેશમાં ગુરૂ રીનપોચે કે લોપો રીનપોચે ના નામ થી જાણીતા છે. પદ્મસંભવ ની પ્રતિમા હિમાચલ પ્રદેશના મંડી જીલ્લા માં આવેલા રેવાલસર જીલ ની પાસે આવેલી છે. પદ્મસંભવ ની પ્રતિમા ની ઊંચાઈ 37.5 મીટર (123 ફૂટ) છે.



મુરુડેશ્વર ભગવાન કર્ણાટક – ભગવાન શિવ ની વિશાળ મૂર્તિ દક્ષિણ ભારત ના કર્ણાટક રાજ્ય ના ઉતર કન્નડ જિલ્લા ના મુરુડેશ્વર શહેર માં આવેલું છે. મુરુડેશ્વર એ ભગવાન શિવ નું નામ છે. આ ખુબ જ વિખ્યાત મંદિર છે. આ મંદિર કર્ણાટક ના સાગર કિનારે આવેલું છે જે કર્ણાટક ના સુંદર કિનારાઓ માં નું એક છે. પ્રવાસીઓ માટે અહીં બમણું લાભ મળે છે એક બાજુ ભગવાન શિવ ની વિશાળ મૂર્તિ જે ધાર્મિક સ્થળ તથા બીજી બાજુ કુદરતી સુંદરતા નો પણ આનંદ મળે છે આ પ્રતિમા ની ઊંચાઈ 37 મીટર (122 ફૂટ) છે.



આદિ યોગી – તમિલનાડુ ના કોઇમ્બતુર માં આવેલી ભગવાન શિવ ની મોટી અને વિશાળ મુખ ની પ્રતિમા છે. જે લગભગ 500 ટન જેટલા સ્ટીલ નો ઉપયોગ કરી ને બનવવામાં આવી છે.  જેની ઉંચાઈ 34.2 મીટર (112 ફૂટ) છે.



હનુમાજીની પ્રતિમા દમનજોડી – આ પ્રતિમા ઓરિસ્સા ના દમનજોડિ શહેર માં આવેલી છે. આ હનુમાનજી ની બીજા નંબર ની સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઉંચાઈ 33.1 મીટર (108.9 ફૂટ). છે.



અહિંસા મૂર્તિ – મહારાષ્ટ્ર જિલ્લા ના ધુલે શહેર થી 100 કિલોમીટર ના અંતરે માંગી – તુંગી ખાતે આવેલું છે. આ પ્રતિમા પ્રથમ જૈન તીર્થંકર રિષભનાથ ની છે. જે વિશ્વ ની સૌથી ઊંચી જૈન તીર્થંકર ની પ્રથમ પ્રતિમા છે. જેની ઉંચાઈ 33 મીટર (108 ફૂટ) છે.



આદિનાથ દાદા – ગુજરાત જિલ્લા ના પાલીતાણા શહેર માં પ્રથમ જૈન તીર્થંકર રિષભનાથ ની પ્રતિમા છે. પાલીતાણા એ મંદિરો નું શહેર છે. આ પ્રતિમા ની ઊંચાઈ 33 મીટર (108 ફૂટ) છે.



હનુમાજીની પ્રતિમા શિમલા હિમાચલ પ્રદેશ – આ મૂર્તિ હિમાચલ પ્રદેશના શિમલા ની નજીક જાખુ પહાડી પર આવેલું છે. વિશાળકાય હનુમાનજી ની પ્રતિમા બરફ ની વચ્ચે આવેલી છે. આ પર્યટન સ્થળ બર્ફીલા પહાડો ની વચ્ચે આવેલું હોવા થી આ શિમલા નું મુખ્ય અને આકર્ષક સ્થળ છે. અહી થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નો નજારો નિહાળવા માટે લોકો ની ભીડ જામે છે. આ પ્રતિમા ની ઊંચાઈ 108 ફૂટ છે. જેની સ્થાપના 2010 માં કરવામાં આવી હતી



મિન્દ્રોલિગ મઠ બુદ્ધ પ્રતિમા દેહરાદૂન – દેહરાદૂન માં આવેલી ભગવાન ગૌતમ બુદ્ધ ની વિશાળ પ્રતિમા મિન્દ્રોલિંગ મઠ માં આવેલું છે. મિન્દ્રોલીંગ મઠ ભારત ના મુખ્ય મઠો અને તિબેટ ના નીયગ્માં સ્કૂલ ના મુખ્ય છ મઠો માં થી એક છે. જેની ઉંચાઈ 107 ફૂટ છે.



મૈત્રી બુદ્ધ – બુદ્ધ ની આ પ્રતિમા લેહ લદાખ ખાતે આવેલી છે.  જે જંપા બુદ્ધ તરીકે પણ જાણીતી છે. આ પ્રતિમા શાંતિ અને સલામતી નું ઉદાહરણ પુરૂ પાડે છે. આ પ્રતિમા ની ઊંચાઈ 32 મીટર (105 ફૂટ) છે.



નાંદુરા મારૂતિ મૂર્તિ મહારાષ્ટ્ર – ભગવાન હનુમાન ની આ પ્રતિમા મહારાષ્ટ્ર ના બુલધાના જીલ્લા ના નાંદુરા શહેર માં આવેલું છે આ મૂર્તિ ની ઊંચાઈ 105 ફૂટ છે.



શિવ મૂર્તિ હર કી પૌડી હરિદ્વાર – હર કી પૌડી ભારત ના ઉત્તરાખંડ રાજ્યના ધાર્મિક સ્થળ હરિદ્વાર માં આવેલું છે. હર કી પૌડી નો અર્થ થાય છે હરિ ના ચરણ. અહી આવેલા શ્રદ્ધાળુઓ ને અહી સ્નાન કરવા નું અલગ જ મહત્વ છે. અહી સ્નાન કરવા થી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તેમ માનવા માં આવે છે. આ મૂર્તિ ની ઊંચાઈ 30.5 મીટર (100 ફૂટ) છે.

આ સિવાય ઘણી પ્રતિમાઓ જેમ કે શિવજીની પ્રતિમા મહારાષ્ટ્ર માં, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ની પ્રતિમા આયોધ્યા માં, બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા હૈદરાબાદ માં, ભગવાન શિવ ની પ્રતિમા દિલ્હી માં નું નિર્માણ ચાલુ છે.



Visited 86 times, 1 visit(s) today

Leave a Comment